મોરબી જલારામ મંદિર ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ
સ્વ.સુરેશભાઈ વાધડીયા ને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરતા પરિવારજનો.
મોરબી ના સ્વ.સુરેશભાઈ વાધડીયા ની દ્વિતીય વાર્ષિક પૂણ્યતિથી નિમિતે તેમના ધર્મપત્નિ ગં.સ્વ.શારદાબેન વાધડીયા, પુત્ર મનિષભાઈ વાધડીયા, ભત્રીજા સંજયભાઈ વાધડીયા (અલગારી), ભાણેજ અક્ષયભાઈ દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જરૂરીયાતમંદ લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી હતી.
આ તકે સદ્ગત ના પરિવારજનોએ તેમના વરદ્ હસ્તે મહાપ્રસાદ વિતરણ કર્યો હતો. શ્રી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, પપ્પુભાઈ ચંડીભમર, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, હરીશભાઈ રાજા, ચંદ્રવદનભાઈ પુજારા, અનિલભાઈ ગોવાણી, જયંતભાઈ રાઘુરા, અમિતભાઈ પોપટ, કિશોરભાઈ ઘેલાણી, નરેન્દ્રભાઈ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, હીતેશભાઈ જાની, અશોકભાઈ જોશી, મનિષભાઈ પટેલ, દીનેશભાઈ સોલંકી સહીતનાઓ એ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.