મોરબીમાં ગળેફાંસો ખાઈ પરણીતાનો આપઘાત
મોરબીના ભડીયાદ રોડ પર જવાહર સોસાયટીમાં પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સરસ્વતીબેન નરેશભાઈ મોહનભાઈ મકવાણા ઉ.વ.૪૦ રહે.જવાહર સોસાયટી ભડીયાદ રોડ મોરબી-૨ વાળા કોઈ કારણસર પોતાના ઘરે પોતાની મેળે ગળેફાંસો ખાઈ લેતાં સરસ્વતીબેન નામના મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.