મોરબીમાં વિદેશી દારૂની 28 બોટલો સાથે એક ઝડપાયો
મોરબી: મોરબીના નવલખી રોડ શ્રધ્ધપાર્ક સોસાયટીમાં આરોપીના રહેણાંક મકાન પાસેથી વિદેશી દારૂની ૨૮ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના નવલખી રોડ પર શ્રધ્ધાપાર્ક સોસાયટી શેરી નં -૦૨ મા રહેતા આરોપી અંકિતભાઈ અરૂણભાઇ રાઠોડ (ઉ.વ.૩૪) એ પોતાના મકાનની બાજુમાં જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૮ કિં રૂ.૧૪૫૯૫ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.