મોરબી શહેરને ગંદકી મુક્ત અને સફાઈ યુક્ત બનાવવા કાન્તિલાલ ડી. બાવરવાની માંગ
મોરબી: મોરબી શહેરમાં ગંદકી, સફાઈ, રખડતા ઢોરનો ત્રાસ, ઉભરાતી ગટરો વગરે જેવી સમસ્યાઓમાથી મુક્તી આપી તાત્કાલિક યોગ્ય કરવા કાન્તિલાલ ડી. બાવરવાની મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત.
રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્ય પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી નગરપાલિકાને સુપરસીડ થવાને ઘણો સમય થવા પામેલ છે. સરકાર તરફથી ન તો કોર્પોરેશન બનાવીને ચુંટણી આપવામાં આવી રહી છે. કે ના તો મ્યુંનીસિપાલીટી તરીકે ચુંટણી આપવામાં આવી રહી છે. મોરબીની જનતાને સવિધાન તરફ થી મળેલ પોતાના સ્થાનિક સ્વરાજમાં પોતાના પ્રતિનિધિ ચુંટવાના હક્ક થી વંચિત રાખવાનો ઈરાદા પૂર્વકનો ખેલ કોણ ખેલી રહ્યું છે? શા માટે આવું કરવામાં આવી રહ્યું છે.? જેનો જવાબ મોરબીની પ્રજા માગી રહી છે. કે આના માટે કોણ જવાબદાર છે?
મોરબીની હાલની ગંભીર પરિસ્થીતીની વાત કરીએ તો મોરબીમાં સફાઈ નામે મીંડું છે. ઠેરઠેર ગટર ઉભરવા થી ચોમેર ગંદકી ફેલાયેલી છે. શહેરમાં મલેરિયા, ટાઈફોઈડ, કમળો, ડેન્ગ્યું, તેમજ વાઈરલ ઇન્ફેકેશન ના દર્દીઓથી દરેક દવાખાના ઉભરાઈ રહયા છે. પરંતુ તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી.
શહેરમાં દરેક રસ્તાઓ ઉપર ઢોરોનો ત્રાસ છે. ટ્રાફિક જામથી લોકો પરેશાન છે. અને ઉપરાંત રોડ ઊપર ગટરના ગંદા પાણીનું ચાલવું. આવા નર્કાગાર જેવી પરિસ્થિતિ આજે મોરબી શહેરની છે. દિવાળી, બેસતા વર્ષના તહેવારો આવી રહ્યું છે. નવા દિવસો માં લોકો પોતપોતાના ઘર તેમજ ધંધાની જગ્યાઓની સફાઈ કરતા હોય છે, પરંતુ નગરપાલિકા શહેરની સફાઈ ક્યારે કરશે? ગંદકી દુર કયારે કરશે તો મોટો યક્ષ પ્રશ્ન છે.
આવા સંજોગો વચ્ચે છ વાર ના ધારાસભ્ય છાશવારે સોસીયલ મીડિયા ઉપર બડાશો તો હાકેછે પરંતુ કામ નામે મીંડું છે. તેવું લોકો કહી રહ્યા છે.
જોવા જઈએ તો આજ ના દીવશોમાં મોરબી શહેર તેમજ જીલ્લો ધણીધોરી વીનાનો હોય તેવું લોકો અનુભવું રહ્યા છે. લોકો પોતાના પ્રતિનિધિને ચુંટીને પણ દુખી છે. તો આવા ચુંટાયેલા પ્રતિનિધિ હઓ તેમજ સરકારનો પગાર મેળવતા જવાબદાર અધિકારીઓની કોઈ જવાબદારી ખરી કે નહી તેવા પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે. લોકો ટેક્ષ ભરે છે. પરંતુ સુવિધાના નામે મીંડું મળે છે.
કાન્તિલાલ બાવરવાએ મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી માંગણી કરી છે કે મોરબીને નર્કાગાર જેવી સ્થિતિમાથી મુક્ત કરાવો, જો આવું કરવામાં નહી આવે તો જાહેર જનતાને સાથે રાખી ને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.