Sunday, November 24, 2024

ટંકારાના હરીપર (ભુ) ગામે પ્રૌઢ પર એક શખ્સનો દાતરડા વડે હુમલો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના હરીપર (ભુ) ગામે આરોપીએ બે વર્ષ પહેલાં સાહેદ મહાદેવભાઈ ઢેઢી સાથે પ્લોટ બાબતે લેન્ડગ્રેબીંગનો કેસ કરેલ જેમાં પ્રૌઢએ મામલતદાર પાસે આરોપી વિરુદ્ધ નીવેદન લખાવેલ જેનો ખાર રાખી એક શખ્સે પ્રૌઢ પર દાતરડા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હરીપર (ભુ) ગામે રહેતા જસમતભાઈ મકનભાઈ ભાગીયા (ઉ.વ.૫૫) એ આરોપી રસિકભાઈ વેલજીભાઈ ઢેઢી રહે. હરીપર (ભુ)વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ બે વર્ષ પહેલા સાહેદ મહાદેવભાઇ અરજણભાઇ ઢેઢી સાથે પ્લોટ બાબતે લેન્ડગ્રેબિંગનો કેસ કરેલ હતો જેમાં ફરીયાદીએ મામલતદાર પાસે આરોપી વિરૂદ્ધ નિવેદન લખાવેલ હોય જેનો ખાર રાખી ફરીયાદી ખેતરેથી આવતા હતા તે દરમ્યાંન રસ્તામાં ગાળો આપી દાતરડા જેવા હથિયાર વડે છાતીના ભાગે એક ઘા મારી ઇજા તથા પાસળીમાં ફેકચર જેવી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર