Saturday, November 23, 2024

ટંકારાના લજાઈ નજીક સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા; ડુપ્લીકેટ ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઇ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ થી હડમતીયા રોડ પર સ્ટેટ મોનિટરીંગ સેલ ટીમે દરોડા પાડી ડુપ્લીકેટ ઓઇલ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી જેમાં ૭૦થી વધુ બેરલ નકલી ઓઈલ અને મશીનરી મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડતા સ્થાનીક પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા.

મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાંથી અવર નવાર ડુપ્લીકેટ દારૂ બનાવવાનુ અને ડુપ્લીકેટ ખાતર બનાવવાના કૌભાંડ ઝડપાયા ત્યારે ટંકારા તાલુકાના લજાઈ થી હડમતીયા રોડ પર ટંકારા પોલીસને ઉંઘતી રાખી એક ફેક્ટરી ડુપ્લીકેટ ઓઈલ બનાવતી હોવાની બાતમી મળતા બાતમીના આધારે ડુપ્લીકેટ ઓઈલ બનાવતી ફેક્ટરી પર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ ત્રાટકી હતી અને ડુપ્લીકેટ ઓઈલ બનાવવાંના રેકેટનો પર્દાફાશ કર્યો હતો જેમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ દ્વારા ફેક્ટરીમાંથી અંદાજે ૭૦ બેરલ જેટલો ડુપ્લીકેટ ઓઈલનો જથ્થો ઝડપી પાડયો હતો. તેમજ મશીનરી મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારે આ દરોડા બાદ સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે ત્યારે શું સ્થાનિક પોલીસ આ ડુપ્લીકેટ ઓઇલ બનાવતી ફેક્ટરી ચાલતી હોવા છતાં અજાણ હતી ? કે પછી પોલીસની મહેરબાનીથી જ ડુપ્લીકેટ ઓઈલની ફેક્ટરી ધમધમી રહી હતી તે મોટો સવાલ ઉભો કરે છે. હવે, એ જોવાનું રહ્યું કે આ પ્રકરણમાં સ્થાનિક પોલીસ ખરેખર અજાણ હતી કે કેમ ? તે હવે આવનારા સમયમાં તપાસ દરમ્યાન જ જાણ થશે કે ખરેખર પોલીસની સંડોવણી હતી કે પછી તેની જાણ બહાર આ ઓઈલ બનાવતી ડુપ્લીકેટ ફેક્ટરી ધમધમતી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર