Wednesday, October 23, 2024

હળવદના ખેતરડી ગામેથી વિદેશી દારૂની 24 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના ખેતરડી ગામ આરોપીના રહેણાંક મકાન પાછળ આવેલ વાડામાંથી વિદેશી દારૂની ૨૪ બોટલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ તાલુકાના ખેતરડી ગામે રહેતા આરોપી કાશીરામ રણછોડભાઈ દેકાવાડીયા (ઉ.વ.૩૮) એ પોતાના રહેણાંક મકાન પાછળ આવેલ વાડામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૪ કિં રૂ. ૧૧,૨૦૮ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક ઈસમ આરોપી કીશનભાઈ મેરાભાઈ દેકાવાડીયા રહે. ખેતરડી ગામ તા. હળવદવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર