Tuesday, October 22, 2024

મોરબીના લાતી પ્લોટમાંથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે બે ઝડપાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના લાતિ પ્લોટ શેરી નં -૨-૩ ની વચ્ચેથી જાહેરમાં વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના લાતિ પ્લોટ શેરી નં -૨-૩ ની વચ્ચેથી જાહેરમાં આરોપી રવિભાઈ રામજીભાઈ બાંભણીયા (ઉ.વ.૨૩) તથા સંજયભાઈ ગંગારામભાઈ બાંભણીયા (ઉ.વ‌.૨૮) રહે. બંને વજેપર મોરબીવાળા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ. ૨૦૮૮ નો મુદ્દામાલ મળી આવતા બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડયા હતા જ્યારે પુછપરછ કરતા અન્ય એક શખ્સ સાહીલ સીદીકભાઈ ચાનીયા રહે. કબીર ટેકરી મોરબીવાળો વિદેશી દારૂનુ વેચાણ કરવા અર્થ રાખેલ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-એમ-૮૮૬૫ કિં રૂ. ૫૦,૦૦૦ વાળામા દારૂનુ વેચાણ કરતો હોવાનું ખુલતા ત્રણે આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર