મોરબી: મોરબી ઓટો મોબાઇલ એસોસિએશન દ્વારા છેલ્લા આઠ વર્ષથી શરદપૂર્ણિમા નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે.
ત્યારે દર વર્ષેની જેમ આ વર્ષે પણ મોરબી ઓટોમોબાઇલ પરિવાર દ્વારા શરદપૂર્ણિમાના દિવસે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. મધુવન ગ્રીન ખાતે યોજાયેલા આ ગરબામાં ખેલૈયાઓને સ્પોર્ટ્સ સિલ્વર મેટરી તથા અન્ય વેપારીઓના સહયોગથી પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. ગરબા બાદ ઓટોમોબાઈલ એસોસિએશનના પરિવારે સાથે મળીને ભોજન પણ લીધું હતું.
સરકારના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના પરિપત્રમાં જણાવ્યા અનુસાર સંયુક્ત રાષ્ટ્રસંધ દિવસ એટલે કે ૨૪ મી ઓક્ટોબરના દિવસે સરકારી કચેરીઓના મકાન ઉપર ભારતીય રાષ્ટ્રધ્વજની સાથે સંયુક્ત રાષ્ટ્રસંઘનો ધ્વજ ફરકાવવામાં આવશે.
જેને ધ્યાનમાં રાખતા મોરબી જિલ્લામાં તમામ જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાની કચેરીઓમાં, સેવા સદનોમાં તા.૨૪ ના રોજ સંયુક્ત રાષ્ટ્ર...
મોરબી: મોરબી રાજોકટ હાઇવે પર શનાળા ગામ પાસે રોડ ઉપર CNG રીક્ષા જોખમી રીતે રેસ કરતા ચાલકને શોધી કાઢી મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવ્યું હતું.
મોરબી ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમનની કામગીરીમાં કાર્યરત હોય તે દરમ્યાન સોશ્યલ મીડીયા પેઇઝ ઉપર CNG રીક્ષા રેસ કરતો વાઇરલ થયેલ વિડિયો બાબતે તાત્કાલીક...