મોરબી: CNG રીક્ષામાં જોખમી રીતે રેસ કરતા ચાલકને શોધી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
મોરબી: મોરબી રાજોકટ હાઇવે પર શનાળા ગામ પાસે રોડ ઉપર CNG રીક્ષા જોખમી રીતે રેસ કરતા ચાલકને શોધી કાઢી મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવ્યું હતું.
મોરબી ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમનની કામગીરીમાં કાર્યરત હોય તે દરમ્યાન સોશ્યલ મીડીયા પેઇઝ ઉપર CNG રીક્ષા રેસ કરતો વાઇરલ થયેલ વિડિયો બાબતે તાત્કાલીક કાર્યવાહી કરવા જણાવતા.
જે વિડીયો જોતા જેમાં મોરબી-રાજકોટ હાઇવે રોડ શનાળા ગામ પાસે રોડ ઉપર એક CNG રીક્ષા ચાલક પોતાના હવાલાવાળી CNG રીક્ષા પુરઝડપે અને બેફીકરાઇથી તથા રેસ કરી ચલાવી નીકળતા, પોતાની તથા અન્ય રાહદારી માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી નિકળેલ હોય, જે વાયરલ થયેલ વિડીયોમાં વાહનના CNG રીક્ષા રજી. નંબર-GJ-03-AX-4123 વાળા હોવાનું જણાય આવતા, તુરત જ રજીસ્ટર નંબરવાળા વાહનની e.GujCop માં સર્ચ કરી ડીટેઇલ મેળવી, CNG રીક્ષા રજીસ્ટર નંબર-GJ-03-AX-4123 સાથે શોધી કાઢી પુછપરછ કરતા પોતે ગુન્હાની કબુલાત આપતો હોય, જેથી CNG રીક્ષાના ચાલક અકરમશા હુશેનશા શાહમદાર ઉ.વ.૨૦ રહે. વજેપર મેઇન રોડ જીતેન્દ્ર પાન પાસે મોરબીવાળાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી કાયદાનું ભાન કરાવેલ છે.