Saturday, October 19, 2024

વાંકાનેરમાં NDPSના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી/પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફ સાથે મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને સંયુક્તમા ખાનગીરાહે બાતમી મળેલ કે, વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ કલમ ૮(સી), ૧૫ (સી),૨૯ વિ. મુજબના ગુનામા નાસતો ફરતો આરોપી પારસ ગોપીલાલ ગુર્જર રહે.રાજસેટી તા.આમેટ જી.રાજસમદ (રાજસ્થાન) વાળો હાલે ઢુવા પાસે આવેલ મીલેનીયમ સીરામીક તા.વાંકાનેર જી.મોરબી ખાતે આવેલ હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર બાતમી મળતા તુરંત જ સ્ટાફને બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી પારસમલ ગોપીલાલ ગુર્જર ઉ.વ.૪૭ રહે. રાછેટી કા ખેડા તા.આમેટ જી.રાજસમદ (રાજસ્થાન) વાળો ઢુવા પાસે આવેલ મીલેનીયમ સીરામીકના કારખાનામાંથી પકડી પાડી હસ્તગત કરી એનડીપીએસ ગુન્હાના કામે આગળની ઘટીત કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પો.સ્ટે.ને સોપી આપેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર