મોરબીના માધાપરમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા
મોરબી: મોરબીના માધાપરમાં શેરી નં -૧૫ ના નાકા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના માધાપર શેરી નં -૧૫ ના નાકા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો બિપીનભાઈ અંબાલાલભાઈ જાલરીયા ઉ.વ.૫૬ રહે તુલશીકુંજ એપાર્ટમેન્ટ બ્લોક નં.છસો એક સત્કાર સોસાયટી કામધેનુ પાર્ટી પ્લોટ ની સામે મોરબી, રમેશભાઈ ખોડાભાઈ પરસાડીયા ઉ.વ.૫૫ રહે માધાપર શેરી નં.સતર પાછળ મોરબી, કિશોરભાઈ મોહનભાઈ કાથરાણી ઉ.વ.૫૫ રહે સેન્ટમેરી સ્કુલ પાસે સર્વોદય પાર્ક મોરબી, ઈન્દુભાઈ સવજીભાઈ લાઘણોજા ઉ.વ.૭૪ રહે. રંગધરતી એપાર્ટમેન્ટ કિષ્ણા સ્કુલની બાજુમા રવાપર ઘુનડા રોડ મોરબી, પંકજભાઈ હસમુખભાઈ લાઘણૉજા ઉ.વ.૩૨ રહે માધાપર શેરી નં.સોળ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૨૭૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.