Thursday, December 26, 2024

મોરબીના શનાળા ગામે યુવક સાથે ધાર્મિક વિધિ કરવાના બહાને 3.30 લાખની છેતરપિંડી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના શનાળા ગામે એક શખ્સે યુવકને ધંધો રોજગાર બરોબર ચાલશે તે માટે વિધિ કરવાનું કહી વિધિના બહાને સોનાના દાગીના તથા રોકડ મળી કુલ રૂ. ૩,૩૦,૦૦૦ પડાવી છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી શક્ત શનાળા ગામે રહેતા ભરતભાઇ નરશીભાઈ સનારીયા (ઉ.વ.૩૯) એ આરોપી નિલેશગીરી ઉર્ફે નવીનગરી ગોસાઈ રહે. શનાળા ગામ તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીને તેઓનો ધંધો રોજગાર બરાબર ચાલશે તેમ કહીને વિશ્વાસ કેળવી વિધી કરવાના બહાને સોનાની ચેન નંગ-૧ આશરે અઢી તોલા કિ રૂ ૧,૫૦,૦૦૦/-તથા સોના ના કાપ નંગ-૨ આશરે અડધા તોલા કિ રૂ ૩૦,૦૦૦/-તથા સોનાની બુટી નંગ-૬ આશરે એક તોલા કિ રૂ ૭૦,૦૦૦/-તથા સોનાની વિટી નંગ-૨ આશરે અડધા તોલા કિ રૂ ૩૦,૦૦૦/-તેમજ રોકડા રૂ,૫૦,૦૦૦/-એમ કુલ રૂ ૩,૩૦,૦૦૦/-ની છેતરપીડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર