Wednesday, December 25, 2024

મોરબીમાં મુસાફરને રીક્ષામાં બેસાડી ઘરેણાં ચોરી કરનાર ત્રણ ઈસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના સરદાર રોડ પર વિજય ટોકીઝ પાસેથી એકાદ મહીના પહેલા રીક્ષામાં પેસેન્જર બેસાડી પેસેન્જરની નજર ચુકવી થેલામાં રાખેલ ચાંદીના દાગીના ચોરી કરનાર ત્રણ ઇસમોને ચાંદીના દાગીના ૧ કીલો ૪૦ ગ્રામ કી.રૂ. ૯૩,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.૧,૬૫,૫૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓને મોરબી એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી પાડયા છે.

એકાદ મહિના પહેલા મોરબી નવા બસ સ્ટેન્ડના ગેઇટ પાસેથી ફરીયાદી જયસુખભાઇ બચુભાઇ લખતરીયા રહે. રાજકોટ વાળા રાજકોટ તરફથી આવતી સી.એન.જી. રીક્ષામાં બેસી મોરબી સોની બજારમાં જતા હતા ત્યારે બપોરના બારેક વાગ્યાના અરસામાં પાછળની શીટમાં ફરીયાદી સાથે બેઠેલ ઇસમોએ ફરીયાદીની નજર ચુકવી થેલાની ચેન ખોલી થેલામાં રાખેલ ચાંદીના દાગીના જેનુ વજન ૧ કીલો ૪૦ ગ્રામ કી.રૂ. ૯૩,૦૦૦/- ની મત્તાની ચોરી કરી નાશી ગયેલ હોય જે બાબતે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોડની ટીમે ચોરી સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા કાર્યરત હોય તે દરમ્યાન ગુનાને અંજામ આપનાર રીક્ષા અંગે સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ તપાસતા ચોરીના ગુનાને અંજામ આપનાર રીક્ષા પીળા કલરના હુડ વાળી જેની પાછળની નંબર પ્લેટ લગાડેલ ન હોય જે રીક્ષામાં બેઠેલ ઇસમો પૈકી એક ઇસમ અજાભાઇ ભીમાભાઇ સોલંકી રહે રાજુલા વાળો હોવાનુ અને તે અગાઉ પણ આવા જ પ્રકારના ગુનાઓમાં પકડાયેલ હોવાનુ અને હાલે રીક્ષામાં ત્રણેક ઇસમો બેસી રાજકોટથી મોરબી તરફ આવનાર હોવાની બાતમી એલ.સી.બી. સ્ટાફને મળેલ હોય જે બાતમીના આધારે મોરબી ભકિતનગર સર્કલ પાસે વોચ તપાસમાં હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે સી.એન.જી.રીક્ષા નંબર- GJ-01-TH-3564 માંથી ચોરીના ગુનાને અંજામ આપનાર ત્રણ ઇસમો અજયભાઇ ઉર્ફે અરજણ ઉર્ફે અજો ઉર્ફે બેરો ભીમાભાઇ સોલંકી ઉવ.૪૫ રહે. રાજુલા વાવેરારોડ, તત્વ જયોતિ દેવીપુજક વાસ તા રાજુલા જી.અમરેલી તથા જોરૂભાઇ ઉર્ફે જોકર જશુભાઇ બારીયા ઉવ.૨૬ રહે. મહુવા મજુર કલ્યાણ કેન્દ્રની પાછળ નુતનનગર તા.મહુવા જી.ભાવનગર અને રાકેશભાઇ ઉર્ફે રાવડી રમેશભાઇ સોરઠીયા ઉવ.૨૮ રહે.મહુવા નુતનનગર મજુર કલ્યાણ કેન્દ્રની પાછળ તા મહુવા જી. ભાવનગરવાળો ચાંદીના દાગીના સાથે મળી આવતા હસ્તગત કરી પુછપરછ કરતા પોતે ત્રણેય ઇસમો તથા અન્ય એક ઇસમે આકાશ જયંતીભાઈ સોરઠીયા રહે. મહુવા ભાવનગરવાળાએ મળી ચોરીના ગુનાને અંજામ આપેલાની કબૂલાત આપતા હોય જેઓની પાસેથી ચાંદીના દાગીના ૧ કીલો ૪૦ ગ્રામ કી.રૂ. ૯૩,૦00/-, રોકડા રૂપીયા-૨૦૦૦/- તથા ગુનામાં વપરાયેલ સી.એન.જી. રીક્ષા તથા એક મોબાઇલફોન મળી કુલ રૂ.૧,૬૫,૫૦૦/- નો મુદામાલ કબજે કરી અનડીટેકટ ગુનો ડીટેકટ કરી આરોપીઓને મુદામાલ સાથે આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન તરફ સોપવામાં આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર