મોરબીમાં સફાઈ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું
મોરબીમાં સફાઈ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું
મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. મોરબી નગરપાલિકાના માર્ગદર્શન હેઠળ સફાઈ કર્મચારીઓ/ સફાઈ મિત્રો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સફાઈ મિત્રોના આરોગ્યની જાળવણી થાય અને લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો ચાલી રહ્યા છે.