મોરબી: પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો
મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ઈસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા શજીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપીનું પાસા વોરંટ ઇશ્યુ કરતા જે ઇસમની મોરબી એલસીબી પોલીસે આરોપી ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણા ઉવ-૨૫ હાલ રહે.મોરબી, વાવડીરોડ, શ્રીજીપાર્ક સોસાયટી, તા.જી.મોરબી મુળ રહે.પંચાસરરોડ, ફેમસ સ્ટોનની સામેની શેરી, તા.જી. મોરબી વાળાની અટકાયત કરી આરોપીને પાસા એકટ તળે ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપેલ છે.