મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે મહાપ્રસાદ યોજી જન્મદિવસની ઉજવણી કરાઈ
મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર – મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે મોરબી લોહાણા સમાજ અગ્રણી, લોહાણા મહાજન-મોરબીના મંત્રી તથા મોરબી નાગરીક બેંકના પૂર્વ ડીરેક્ટર નરેન્દ્રભાઈ રાચ્છે તેમના જન્મદીનની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજી કરી હતી.
આ તકે નરેન્દ્રભાઈ રાચ્છ, કમળાબેન રાચ્છ, હિનાબેન અમિતકુમાર દક્ષિણી, પાયલબેન જયદીપકુમાર પુજારા સહીતના સભ્યોએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ. પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીનની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી લોહાણા સમાજ અગ્રણી નરેન્દ્રભાઈ રાચ્છે સેવા કાર્યમા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે.