હળવદના સરંભડા ગામે વીજ શોક લાગતા યુવતીનું મોત
હળવદ: હળવદ તાલુકાના સરંભડા ગામની સીમમાં ચુનીલાલ શાંતિલાલ વીરડીયાની વાડીમાં ઈલેક્ટ્રીક લાઇનના તારને અડી જતા શોક લાગતા યુવતીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સરંભડા ગામની સીમમાં અનિલભાઈ ગઢવી તથા ચુનીલાલ શાંતિલાલ વીરડીયાની વાડીમાં રહેતા જિયાબેન સોફાનભાઈ તથા ઈજા પામનાર અલ્પેશભાઈ તથા સાહેદો થ્રેસર મશીનમાં મગફળી કાઢવાનું કામ કરતાં હતાં ત્યારે અકસ્માતે થ્રેસર ઉપરથી પસાર થતી ઈલેક્ટ્રીક લાઈનનાં તારને અડી જતાં શોક લાગતાં જિયાબેન ઉ.વ.૧૮ તથા અલ્પેશભાઈને સારવારમાં હળવદ ખાનગી હોસ્પિટલમાં લાવતાં ફરજ પરના તબીબે અલ્પેશભાઈને સારવારમાં દાખલ કરેલ છે અને જીયાબેનને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવમાં અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.