Monday, January 13, 2025

મોરબી કોર્ટમાંથી હળવદ ગામમાં પત્નીને મરવા મજબૂર કરવાના ગુન્હામાં પતીના શરતી જામીન મંજૂર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાંથી હળવદ ગામમાં પત્નીને આત્મહત્યા કરવા મજબુર કરવાના ગુન્હાના મુખ્ય આરોપી મૃતકના પતી મનોજભાઈ વાલજીભાઈ પરમારના શરતી જામીન મંજુર કરવામાં આવ્યા.

હળવદ પોલીસમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે ફરીયાદીની દીકરીને આરોપીઓએ મરણજનારને ચારીત્રય બાબતે ખોટા શક વહેમ રાખી મેણા ટોણા મારી અસહય ખોટી ચડામણી કરી અન્ય આરોપીઓ દ્વારા મારજુડ કરી આરોપીઓએ ફરીયાદીની દીકરી મરણજનારને માનસીક તથા શારીરીક ત્રાસ આપતાં મરણજનાર ફરીયાદીની દીકરીથી સહન નહી થતાં આરોપીઓએ મરણ જવા મજબુર કરતા મરણજનાર નર્મદા કેનાલમાં પડી પાણીમાં ડુબી જતાં મરણ જતાં બધા આરોપીઓએ ગુનાહીત કૃત્ય કરવામાં એકસંપ કરી એકબીજાને મદદગારી કરતા, તે મતલબની કાયદેસર તપાસ થવા અંગેની ફરીયાદ આપેલ. આ ફરીયાદના આધારે હળવદ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ- ૩૦૬,૪૯૮(એ), ૧૧૪,૩૨૩ મુજબનો ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરેલ હતી.

હળવદ પોલીસમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના ફરીયાદીની દીકરી ને આરોપીઓઅ મરણજનાર ને ચારીત્રય બાબતે ખોટા શક વહેમ રાખી મેણા ટોણા મારી અસહય ખોટી ચડામણી કરી આ કામના અન્ય આરોપીઓ દ્વારા મારજુડ કરી આરોપીઓએ ફરીયાદીની દીકરી મરણજનાર ને માનસીક તથા શારીરીક ત્રાસ આપતાં મરણજનાર ફરીયાદીની દીકરીથી સહન નહી થતાં આ કામના આરોપીઓએ મરણ જવા મજબુર કરતા મરણજનાર નર્મદા કેનાલમાં પડી પાણીમાં ડુબી જતાં મરણ જતાં બધા આરોપીઓએ સદરહુ ગુનાહીત કૃત્ય કરવામાં એકસંપ કરી એકબીજાને મદદગારી કરતા, તે મતલબની કાયદેસર તપાસ થવા અંગેની ફરીયાદ આપેલ.આ કામના ફરીયાદના આધારે હળવદ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ- ૩૦૬,૪૯૮(એ), ૧૧૪,૩૨૩ મુજબનો ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરેલ હતી.

જેમાં મુખ્ય આરોપી મનોજભાઈ વાલજીભાઈ પરમારએ જામીન મેળવવા માટે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા મારફત નામદાર કોર્ટમાં જામીન અરજી કરેલ હતી.. અરજદાર/આરોપીએ કહેવાતો કોઈ ગુન્હો કરેલ નથી કે કહેવાતા ગુન્હા અંગે કશુ જાણતાા નથી તેમ છતાં અમોને ખોટી રીતે ગુન્હામાં સંડોવી દીધેલ છે. જેથી સહ આરોપીઓ જામીન ઉપર મુકત થઈ ગયેલ હોય જેથી અમોનો રોલ પણ સમાન પ્રકારનો હોય જેથી રોલ ધ્યાને લેતાં પેરીટીના ગ્રાઉન્ડ હેઠળ જામીન ઉપર મુકત કરવામાં આવે અને વધુમાં નામદાર સુપ્રીમ કોર્ટે અને ગુજરાત હાઈકોર્ટ આપેલ જે ચુકાદા પર પણ આધાર રાખી આરોપીને જામીન ઉપર છોડી મુકવા જોઈએ તેવી ધારદાર દલીલ કરેલી. ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ દીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે આરોપીની જામીન અરજી મંજુર કરેલ. આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા, યુવાન એડવોકેટ જીતેન ડી.અગેચાણીયા, જે. ડી. સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા, ક્રિષ્ના જારીયા, આરતી પંચાસરા રોકાયેલ હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર