Monday, January 13, 2025

મોરબીમાં 1962 કરુણા હેલ્પલાઈન એમ્બ્યુલન્સે 7 વર્ષમાં13821 પશુઓને નવજીવન આપ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

તાજેતરમાં મોરબી જિલ્લામાં ૧૯૬૨- કરુણા હેલ્પલાઈન એમ્બ્યુલન્સે તેમની સેવાના ૭ વર્ષ પૂર્ણ કર્યા છે. અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં ૧૩૮૨૧ મુંગા જીવોને નવજીવન આપવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામાં બિનવારસુ, દિવ્યાંગ, નબળા પશુઓની મદદ માટે ૧૯૬૨ કરુણા હેલ્પલાઈન નિ:શુલ્ક કાર્યરત છે. છેલ્લા ૨ વર્ષમાં ૪૮૨૦ શ્વાન, ૧૩૫૦ ગાય, ૫૨૬ બિલાડી, ૧૮૫ કબૂતર, ચકલી, પોપટ, બકરા, કાગડા, સસલાં, ઊંટ વગેરે મળીને કુલ ૮૫૪૬ પશુ- પંખીઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી છે.

કરુણા એમ્બ્યુલન્સ ટીમ તાલીમબદ્ધ કર્મચારીઓ, દવા, સાધનો અને લેબોરેટરીની સુવિધા સાથે સંપન્ન છે. આ ટીમમાં ૧ વેટરનરી ઓફિસર અને ૧ પાયલોટ હાજર રહે છે. જ્યાં પણ બિનવારસુ મુંગા જીવોને જરૂર હોય કે ઘાયલ હોય ત્યાં આ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાથી તાત્કાલિક મદદ મળી શકે છે. તેમજ જો જરૂર જણાય તો સ્થળ પર જ પશુની તાત્કાલિક સર્જરી કરવામાં આવે છે. આ નિ:શુલ્ક સેવાનો તમામ મોરબીવાસીઓને લાભ મેળવવા માટે પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર જૈમિન પાટિલ, મોરબી દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર