Sunday, January 12, 2025

હળવદમાંથી બાઈક ચોરીનો આરોપી ઝડપાયો: બે બાઈક કરાયા રીકવર 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ ટાઉનમા પેટ્રોલીંગ દરમ્યાન વાહન ચોરીના આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી પાસેથી બે બાઈક રીકવર કરવામાં આવ્યા છે.

પોલીસ સ્ટાફ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન હળવદ ટીકર રોડ ખાતે એક શંકાસ્પદ બજાજ કંપનીનું પ્લેટીના મોટર સાયકલ ચાલક નીકળતા તેને રોકાવી મોટરસાયકલને જોતા આગળ નંબર પ્લેટ સાદી હોય જેમાં GJ-03- BL-2649 લખેલ હોય અને પાછળ નંબર પ્લેટ ન હોય જેથી ઈસમનુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ રણછોડ ઉર્ફે હકો ઉર્ફે જીવો વિઠ્ઠલભાઈ સુરેલા રહે. જોગડ ગામ, તા.હળવદ જી.મોરબી વાળો હોવાનુ જણાવેલ ત્યારબાદ આરોપી મોટરસાયકલ ચાલકને કાગળો બાબતે તેમજ મોટર સાયકલ બાબતે પુછપરછ કરતા સંતોષકારક જવાબો આપતો ન હોય જેથી મોટરસાયકલના રજીસ્ટ્રેશન નંબર GJ-03-BL-2649 ઈ-ગુજકોપ પોકેટકોપ મોબાઈલમાં નાખી માલીક અંગે સર્ચ કરતા મો.સા ના માલીક ઇમત્યાઝ અબાસભાઇ શેખ રહે. પોપટપરા માઉન્ટેન પોલીસ લાઈન રાજકોટ વાળા હોવાનું લખાઈ આવેલ હોય જેથી ઇસમને વધુ પુછપરછ કરતા ઈસમે અજીતગઢ ગામેથી ચોરી કરેલ હોવાનું જણાવેલ હોય તેમજ વધુ પુછપરછ કરતા બીજુ મો.સા. હળવદ ભવાની મેડીકલ પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરતા બંને મોટરસાયકલ રીકવર કરી આરોપી રણછોડ ઉર્ફે હકો ઉર્ફે જીવો વિઠ્ઠલભાઈ સુરેલા રહે. જોગડ ગામ, તા. હળવદવાળાને ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર