મોરબી: વ્યાજ તથા વિદેશી દારૂના ગુનામાં પકડાયેલ બે ઈસમોને પાસા તળે જેલ હવાલે કરાયા
મોરબી: મોરબી શહેરમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હા આચરતા તેમજ ઇગ્લીશદારૂના ગુન્હાઓમા અવાર નવાર પકડાયેલ બે ઇસમોની પાસા તળે અટકાયત કરી જેલ હવાલે કરાયા છે.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર ઇગ્લીશદારૂ ના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ (૧) સમીરભાઇ રફીકભાઇ પલેજા ઉ.વ.રપ રહે. મોરબી કાલીકાપ્લોટ શેરીનં.ક બાવાસ અહેમદશા મસ્જીદ વાળી શેરી વાળા તથા વ્યાજ વટાવના અવાર નવાર ગુન્હાઓમાં પકડાયેલ ઇસમ (૨)દુષ્યંતભાઇ ઉર્ફે કિશનભાઇ મહેશભાઇ અજાણા ઉ.વ.૨૩ રહે. મોરબી ગુજરાત હાઉસીંગ બોર્ડ બ્લોકનં.એમ./૯૮૪ વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્વારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી સમીરભાઇ રફીકભાઇ પલેજા ઇસમને ભાવનગર જેલ તેમજ દુષ્યંતભાઇ ઉર્ફે કિશનભાઇ મહેશભાઇ અજાણાને સુરત લાજપોર જેલ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામાં આવેલ છે.