Saturday, October 19, 2024

મોરબીના કાલિકાનગર ગામે કારખાનામાં લોડરનુ વ્હીલ માથે ફરી વળતા બાળકનું મોત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના કાલીકાનગર ગામની સીમમાં તુલસી મીનરલ્સ કારખાનાના બોઈલમીલ વિભાગમાં લોડરનુ આગળનુ વ્હીલ છાતીના ભાગે ફળી વળતા ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં લોડર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના કાલિકાનગર ગામની સીમમાં આવેલ તુલસી મીનરલ્સ કારખાનાના લેબર ક્વોટરમાં રહેતા ગુમાનસિંહ મનાભાઈ ડાવર એ આરોપી લોડર વાહન રજીસ્ટર નંબર – જીજે-૩૬-એસ-૩૭૧૭ ના ડ્રાઈવર સુનીલભાઈ કાળુભાઇ મેડા (ઉ.વ.૨૩) રહે. મધ્યપ્રદેશવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ડ્રાઇવર સુનીલભાઇએ પોતાના હવાલાનું લોડર વાહન રજી.નં.GJ-36-S-3717 વાળુ ચાલુ કરી આગળ પાછળ જોયા વગર માણસોની જીંદગી જોખમાય તેમ બેફીકરાય થી ગફલતભરી રીતે ચલાવી લોડરનું આગળનું સુંપડુ ઉચુ કરતા સુપડામાં રમતો ફરીયાદીનો દીકરો શીવા ઉવ-૦૩ વાળો સુંપડામાંથી નીચે જમીન પર પડી જતા લોડર આગળ ચલાવતા લોડરનું આગળનું જમણી તરફનું વ્હીલ ફરીયાદીના દીકરા શીવાના છાતીના ભાગ ઉપર થી ફરી વળતા છાતીનો ભાગ દબાઇ જતા ગંભીર ઇજાઓ પહોંચતાં શીવા નામના બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર