મોરબીના ગોકુલ નગરમાં પિતા – પુત્રને ચાર શખ્સોએ માર માર્યો
મોરબી: મોરબીના શક્ત શનાળા નજીક ગોકુલનગરમાં સેન્ટિંગ કામના પૈસા બાબતે હિસાબ કરવા પોતાના ઘર પાસે બોલાવતા ચાર શખ્સોએ પિતા પુત્રને ઘેર જઇ લોખંડના પાઇપ વડે માર મારી ઈજા કરી હોવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા બાયપાસ નજીક ગોકુલનગરમાં રહેતા અને સેન્ટિંગ કામનો ધંધો કરતા ધરમશીભાઈ મોહનભાઇ જાંબુકીયાએ આરોપી મનસુખભાઇ દેવકરણભાઈ સતવારા, ટારઝન સતવારા, નરસીભાઈ સતવારા અને દેવકરણભાઈ સતવારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી મનસુખભાઇને સેન્ટીંગનો સામાન ભાડે આપેલ હોય જે બાબતે હિસાબ કરવા પોતાના ઘર પાસે બોલાવતા આરોપીઓએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી જપાજપી ફરીયાદીનો પુત્ર રાજુભાઇએ ફરીયાદીને છોડાવેલ બાદમાં આરોપીઓએ ફરીયાદી તથા પુત્ર રાજુભાઇને લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.