મોરબી : મોરબીના રઘુવંશી સમાજમાં સામાજિક, સાંસ્કૃતિક, સેવાકિય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત રોયલ રઘુવંશી ગૃપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના રઘુવંશી સમાજ માટે “રોયલ રાસોત્સવ – 2024″નું દાંડીયા વિથ ડીનરનું ભવ્ય, દિવ્ય અને જાજરમાન આયોજન કરવામાં આવ્યુ છે. તા. 16/10/2024, બુધવાર ને શરદ પૂનમ નાં રોજ આ રાસોત્સવ મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ લાડલી પાર્ટી પ્લોટ ખાતે “રોયલ રાસોત્સવ” યોજાશે.
આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત તથા આંતરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતાં વર્સેટાઈલ સિંગર કૌશલ પીઠડીયા તથા ગોતિલો (ખલાસી) ગીત નાં co – Singer દીપાલી વ્યાસ પોતાની ટીમ સાથે ખેલૈયાઓ માટે સૂર અને સંગીતની રમઝટ બોલાવશે. તથા ડિનર સાંજે 7 વાગ્યાથી શરૂ થશે તેમજ રાત્રિ નાં 9-15 થી ગરબા ની રમઝટ શરૂ થશે. ઉપરાંત ટ્રેડિશનલ ડ્રેસમાં રમનાર ખેલૈયાઓમાંથી વિજેતા ખેલૈયાઓને આકર્ષક ઈનામો દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પરિવાર સાથે રાસ ગરબાનો આનંદ માણવા સમસ્ત મોરબી રઘુવંશી સમાજને રોયલ રઘુવંશી ગૃપ દ્વારા આમંત્રણ અપાયું છે.
મોરબી : ઈમરજન્સી એટલે યુવા શક્તિ તરીકે જાણીતુ મોરબીનુ યુવા શક્તિ ગ્રુપ કે જે મોરબી અને રાજકોટની સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રેગ્નન્સી, અકસ્માત જેવા ઈમરજન્સી સમયે હેન્ડ ટુ હેન્ડ ના અનોખા ધ્યેય સાથે બ્લડ ની તાત્કાલિક જરૂરીયાત પુરી પાડે છે.
ગ્રુપની અવિરતપણે ચાલતી આ સેવામા પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ...
ટંકારા ટાઉન વિસ્તારમાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-૬ કી.રૂ. ૯૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
ટંકારા પોલીસ સ્ટાફની ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ટંકારા ટાઉન વિસ્તારમાં અલગ અલગ પતંગના સ્ટોલ ચેક કરી તપાસ કરતા આરોપી અફજલભાઇ ઇબ્રાહીમભાઇ માડકીયા ઉ.વ. ૩૧ રહે. ટંકારા મઢવાળી શેરીમાં તા.ટંકારા...
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની ચોકડી પાસે આવેલ ભુદેવ પાનની સામે આવેલ ખુલ્લી જગ્યામાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના પાનેલી રોડ પર મચ્છુનગર મફતીયાપરામા રહેતા લલીતભાઈ દેવશીભાઇ પરમાર (ઉ.વ.૩૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ...