Saturday, January 4, 2025

મોરબી જિલ્લામાં રૂ.૩૬.૨૧ કરોડનાં ૧૩ વિકાસ કાર્યોનું ખાતમુહર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૩ વર્ષ પૂર્ણ થતાં હોય વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ત્યારે મોરબીમાં સ્કાય મોલ ખાતે જિલ્લાનાં રૂ.૩૬.૨૧ કરોડનાં ૧૩ વિકાસ કાર્યોનું ખાતમુહર્ત અને લોકાર્પણ સમારોહ રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. 

કાર્યક્રમના અધ્યક્ષ અને રાજયસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧ માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્વમાં ગુજરાતની જનતાએ જ્ઞાતિમુક્ત, પરિવારવાદમુક્ત અને ભ્રષ્ટાચારમુક્ત સુશાસન જોયું હતું. તેમણે માત્રને માત્ર વિકાસની રાજનીતિ અમલમાં મૂકી હતી. આ માટે ગુજરાતની જનતા હંમેશા તેમની આભારી રહેશે. સૌની યોજના, જ્યોતિર્ગ્રામ યોજના, વાયબ્રન્ટ ગુજરાત, ખુશ્બુ ગુજરાત કી, શાળા પ્રવેશોત્સવ, રણોત્સવ વગેરે વિકાસકલ્પને લીધે ગુજરાત આજે સમગ્ર દેશમાં મોડેલ સ્ટેટ બની ચૂક્યું છે. મોદીએ શરૂ કરેલ વિકાસ યાત્રા આજે વણથંભી રીતે આગળ વધી રહી છે.

આ સમારોહમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, અગ્રણી રણછોડભાઈ દલવાડી સહિત જિલ્લાના વિવિધ પદાધિકારીગણ, જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી એસ.જે.પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ.ગઢવી, પ્રાંત અધિકારીઓ, જિલ્લાભરના વિવિધ વિભાગના વર્ગ ૧ અને ૨ નાં અધિકારીઓ, કર્મચારીગણ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર