મોરબીમાં નજીવી બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થતા સામસામે ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીના વાવડી રોડ જનકનગર સોસાયટીમાં જાહેર રોડ પર નજીવી બાબતે બોલાચાલી કરી બે પક્ષો વચ્ચે મારામારી થતા બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ સામસામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ જનકનગર સોસાયટીમાં રહેતા ઇકબાલભાઇ કરીમભાઈ વડાવરીયા (ઉ.વ.૨૮)એ આરોપી જુબેર ઉર્ફે બબુડો, અકરમ શામદાર, કિશન ઉર્ફે કે.કે. સીલવા, વિશાલ કોળી, સિકંદર મીયાણા રહે બધા મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી જૂબેર ઉર્ફ બબુડોએ સામુ કેમ જોવે છે અમે આ શેરીમાં રહેવા આવેલ હોય જેથી તુ આ શેરીમાંથી જતો રહેજે તેમ કહી આરોપીઓએ ફરીયાદીને ધોકા વડે મુંઢમાર મારી ઇજા કરેલ તથા ફરીયાદીને બચાવવા સાહેદ મુસ્તાક સોલંકી તથા ફરીયાદીના પત્ની હીનાબેન વચ્ચે પડતા આરોપીએ છરી વડે સાહેદ મુસ્તાકને ઈજા કરેલ તથા હિનાબેનને જપાજપીમા ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે સામા પક્ષે મોરબીના વાવડી રોડ પર જનકનગર સોસાયટીમાં રહેતા જુબેર ઉર્ફે બબુડો મેહબુબભાઈ માયક (ઉ.વ.૨૫) એ આરોપી ઇકબાલ ઉર્ફે ઝીણી કરીમભાઈ વડાવરીયા રહે. જનકનગર સોસાયટી વાવડી રોડ મોરબી તથા મુસ્તાક સોલંકી અને ઇરફાન ઘાંચી રહે બંને મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાહેદ અકરમ શામદાર બંને જતા હોય ત્યારે આરોપી ઇકબાલ ઉર્ફે ઝીણીએ ફરીયાદને ગાળો આપતા ગાળો આપવાની ના પાડતાં આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ છરી કાઢી ફરીયાદીને મારવા જતા પકડી લેતા ફરીયાદીને ઈજા કરી હતી. તથા આરોપીઓએ આવી અકરમને જેમફાવે તેમ ઢીકાપાટુનો તેમજ લાકડાના ધોકા વડે મુંઢમાર મારી ઈજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવી છે.
બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.