Thursday, December 26, 2024

મોરબીમાં મકાનમાં ગુપ્ત ભોંયરામાંથી દારૂ/બીયરના જથ્થા સાથે એક ઝડપાયો; એક ફરાર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના રણછોડનગર સેન્ટમેરી સ્કુલની પાછળ જલારામ પાર્ક એપાર્ટમેન્ટ આરોપીના કબ્જા ભોગવટા રહેણાંક મકાનમાં તથા એપાર્ટમેન્ટના ફળીયાના ભોંયતળિયે બનાવેલ ગુપ્ત ભોંયરામાંથી વિદેશી દારૂ/બીયરના કિં.રૂ.૨,૭૮,૮૦૨ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મોરબી એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે મોરબીના રણછોડનગર,જલારામ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા સાગરભાઇ કાંતીભાઇ પલણના રહેણાક મકાનમાંથી તથા તેને બનાવેલ ગુપ્ત ભોંયરામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૪૦૪ કિં રૂ.૨,૫૮,૬૦૮ તથા બીયર ટીન નંગ -૧૬૪ કિં રૂ. ૨૦૧૯૪ મળી કુલ કિં રૂ. ૨,૭૮,૮૦૨ ના મુદ્દામાલ સાથે આરોપી સાગરભાઈ કાંતિભાઈ પલણને પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ કૌશિક ઉર્ફે લાલો નિમાવત રહે. વાવડી ગામ તા.જી. મોરબીવાળાનુ નામ ખુલતા મોરબી એલસીબી પોલીસે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર