ભ્રષ્ટ અધિકારીઓ અને વચેટિયાઓ નાં કારણે દેશના વડા પ્રધાન નું કરપ્શન પર લગામ લગાવવાનું સપનું ચકનાચૂર થઈ રહ્યું છે તેનું ઉત્તમ ઉદાહરણ મોરબી આરટીઓ કચેરી છે
દેશમાં ડીઝીટલ યુગની વાતો કરવામાં આવે છે તમામ કચેરી ડીઝીટલ કરવામાં આવી રહી છે વચેટીયાઓ દુર કરવાની વાતો વચ્ચે મોરબીની આરટીઓ કચેરીમાં મસમોટું કૌભાડ ચાલુ રહી હોવાના પુરાવા સામે આવ્યા છે.
એક જ યુવતી વારંવાર કપડા બદલી અન્ય યુવતી વતી ટેસ્ટ ડ્રાઈવ આપી રહી છે જો કે આ અધિકારીની સંડોવણી વગર શક્ય બની જ ના શકે પરંતુ જાગૃત મીડિયા આ કૌભાડ બહાર લાવી અધિકારીઓના કાળા ખેલનો પર્દાફાશ કરશે જ…..
તમે અભણ હો કે વાહન ન આવડતું હોય તો પણ તમારું ટુ વ્હીલર લાયસન્સ કાઢી આપવાની વ્યવસ્થા મોરબીની આર ટી કચેરીમાં થઇ જાય છે જેમાં એક યુવતી વારંવાર કપડા બદલીને અરજદારો (લાયસન્સ કઢાવવા ઇચ્છતા)ને લાયન્સ માટે ટેસ્ટ ડ્રાઈવ આપી રહી છે મતલબ કે માત્ર પૈસા ફેંકો અને તમાશા દેખો જેવી કહેવત સાબિત થાય છે. બેરોકટોક લાયસન્સ અપાવવા યુવતી “ક્લોથ ચેન્જર” બને છે. એજન્ટ દ્વારા યુવતી પાસે આ રીતની ટેસ્ટ ડ્રાઈવ આપવામાં આવી રહી છે અને ૭-૮ હાજર રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે.
આધારભૂત રીતે વ્યવસ્થિત ચાલતા કૌભાંડની વાત કરીએ તો મોરબીની આરટીઓ કચેરીમાં જો તમને ફોરવીલ ટુવીલ ના આવડતું હોય તો પણ પૈસા આપીને પાસ થઇ શકો છે. અહી પાંચ થી સાત હજાર રૂપિયા આપો અને ફક્ત ઓફિસમાં જઈ અને સાઇન કરીને સિધુ ઘરે જતું રહેવાનું પછી કપડાં ચેન્જીસના જાદુથી તમે પાસ થઈ જશો. અને લાયસન્સ તમારા ઘર સુધી પહોંચી જશે. આ કપડાં ચેન્જીસના જાદુમા આરટીઓ કચેરીની અંદર રહેલી એક યુવતી પોતે બાઈક લઈને આવે છે અને જે સાઇન કરીને મહિલા ગઇ હોય તેના બદલામાં પોતે ટ્રેક ઉપર જઈ અને ટેસ્ટ આપી દે છે. અને એ ટેસ્ટ આપ્યા બાદ ફરી પોતે કંટ્રોલ રૂમમાં અંદર જાય છે અને ફરીથી કપડા ચેન્જીસનું જાદુ કરે છે એને ફરીથી બાઈક ઉપાડે છે અને ટ્રેક અંદર ટેસ્ટ આપવા માટે સીધી ટ્રેક પર પહોંચે છે અને ફરીથી ટેસ્ટ આપવા લાગે છે.અહી અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે કે અધિકારીની સંડોવણી વગર આ કૌભાડ શકય જ નથી તો આરટીઓ કચેરીમાં સામ્રાજ્ય સ્થાપી ચુકેલી આ યુવતી કોણ છે ? કોની નિશ્રામાં આવું કૌભાંડ આચરી રહી છે ? કેટલા રૂપિયા લ્યે છે ? કોના માટે રૂપિયા લ્યે છે ? ક્યા આરટીઓ અધિકારીએ આવું ષડયંત્ર ગોઠવ્યું છે ? કેટલા સમયથી આવું કૌભાંડ ચાલે છે ? સહિતના અનેક સવાલો ઉભા થયા છે અને આ વાત વહેતી થતાની સાથે જ આર ટી ઓ અધિકારીના તળિયા તળે જમીન ખસી ગઈ હોય તેવું લાગી રહ્યું છે
લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આરટીઓ કચેરીના ટ્રાય આપવાના ટ્રેક પર આરટીઓ અધિકારીની મિલીભગત વગર કોઈ ફરકી ન શકે. ત્યારે યુવતી આરટીઓના કંટ્રોલ રૂમમાં આવન જાવન કરે, કપડા બદલાવે, અરજદારો પાસેથી પૈસા વસુલે, અને ટ્રાય આપે ત્યાં સુધીની ઘટના સંબંધિત અધિકારીઓની નજર બહાર હોય તે વાત અબુધ પ્રજાના ગળે પણ ન ઉતારે તેવી છે. કારણ કે રોજ સુરજ ઉગેને આ યુવતી આરટીઓ કચેરીમાં આવી જાય છે અને નિયત સમય સુધી જ અહી અડીંગો જમાવીને બેસે છે. ત્યારે આ ભેદી યુવતી વિષે તપાસ કરવાની જરૂર છે.
તમામ આર ટી ઓ કચેરીમાં કેમેરા લગાવામાં આવી રહ્યા છે જો કે મોરબીમાં આ કૌભાડની વાત સામે આવતા જ એ પણ સવાલ ઉભો થયો છે કે મોરબીની આર ટી ઓ કચેરીમાં શું સીસીટીવી કેમેરા નથી કે અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરીને કૌભાડમાંથી મલાઈ ખાવામાં આવી રહી છે…
વધુ માં આવતી કાલે આ આખા રેકેટ નો વિડીઓ ચક્રવાત ન્યુઝ દ્વારા અપલોડ કરવામાં આવશે ….
કેન્દ્રીય ગૃહ- સહકારિતા મંત્રી અમિતભાઇ શાહના દિલ્હીમાં યોજાનારા રાષ્ટ્રીય કક્ષાનાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે
રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર આવતીકાલે તા.૨૫/૧૨/૨૦૨૪ ના રોજ “સહકારથી સમૃદ્ધિ'' પહેલને સાકાર કરવા સમગ્ર દેશમાં નવરચિત, બહુઉદ્દેશીય પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ, પ્રાથમિક દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ તેમજ પ્રાથમિક મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓના ઉદ્ઘઘાટન કેન્દ્રીય ગૃહ અને...
મોરબી: જિલ્લા વિકાસ અધિકારી મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મોરબીના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કચેરી મોરબી, GCRI અમદાવાદ, સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ દ્વારા સામુહિક રીતે આરોગ્ય કેન્દ્ર જેતપર (મચ્છુ) ખાતે વિવિધ પ્રકારના કેન્સરના નિદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના નિષ્ણાંત...