મોરબીની વન અપ સોસાયટીમાં દશેરાના પર્વ નિમિત્તે કોન બનેગા જ્ઞાનપતિ કાર્યક્રમ યોજાયો
મોરબી: ભક્તિ અને શક્તિની આરાધનાના પર્વ દશેરાના પાવન પ્રસંગ નિમિત્તે એસ.પી.રોડ ધ વન અપ નવરાત્રી મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિની થીમ જેમાં રામાયણ, મહાભારત, વેદો, ગીતાજી, હિન્દુ જીવન પદ્ધતિ, ભારતીય સંસ્કૃતિના ઐતિહાસિક પાત્રો, જેવા વિષયો વણી લઇ અને કોણ બનેગા જ્ઞાનપતિ? નું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોએ આ કાર્યક્રમનો ખૂબ ઉત્સાહથી ભાગ લઈ અને અવનવા ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનો વિચાર આયોજન અને કાર્યક્રમ પ્રસ્તુતકર્તા ડી.કે. બાવરવા અને ટીમ દ્વારા કરવામાં આવ્યું.
આ કાર્યક્રમનો હેતુ બાળકોમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી થાય, પરિચિત થાય અને એ તરફ વાંચે. વિચારે અને પ્રેરણા મેળવે.આ માટે સ્પોનસરોએ ભારત માતાનો ફોટો. વ્યક્તિત્વ વિકાસની ભારતની મહાન નારીઓની પુસ્તીકાનો સેટ. અન્ય બાળકોને ઉપયોગી ઘણીબધી ભેટો આપવામાં આવી જેમાં નિલવાયર ઇન્ડસ્ટ્રીઝ દિવ્યેશભાઈ પી. કલોલા સટેકટોન સિરામિક જગદીશભાઈ ભાડજા B.H.M ઇમપોર્ટ એકસ્પોર્ટ કલ્પેશભાઈ ડી. કાલરીયા ઓમ વિધાલય ટંકારા યોગેશ ભાઇ ઘેટિયા જયંતિભાઇ પારેજીયા દિલીપભાઈ કે. બાવરવા સૌનો સહયોગ રહ્યો.