મોરબીમાં મોડીરાત્રે પ્રેમ સંબંધનો ખાર રાખી યુવકની કરાઈ હત્યા; 11 શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીના ત્રાજપરમા પ્રેમ સંબંધનો ખાર રાખી અગિયાર શખ્સોએ યુવકનું અપહરણ કરી રીક્ષામાં લઈ જઈ મોરબીના બેલા ગામ નજીક બાવળની કાંટમા ધોકા વડે બેફામ મારમારી હત્યા નિપજાવી હતી. આ બનાવ અંગે મૃતકના ભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ઈન્દીરાનગરમા ખોડિયાર માતાજીના મંદિર પાસે રહેતા વિશાલભાઈ પરસોત્તમભાઈ માનેવાડીયાએ આરોપી પ્રવિણ ઉર્ફે ઉગો અદગામા, નરેશ લાભુભાઈ વાઘેલા, કિશોર લાભુ વાઘેલા, વિશાલ કોળી રહે. ઘુંટું , હકાભાઈ અદગામાં રહે. ઘુંટું, કાના હકાભાઈ, જયેશ જીવણ અદગામા, સુનીલ જયંતી જોગડીયા, મનીષ ઉર્ફે ભોલો, મેરીયો રબારી તથા એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદિના ભાઇ વિજય ઉર્ફે રવીને આરોપીની ભત્રીજી સાથે પ્રેમ સંબંધ હોય જેની આરોપીઓને જાણ થતા આરોપીઓ અલગ અલગ વાહનમાં આવી વિજય પરસોત્તમભાઈ માનેવાડીયા ઉર્ફે રવી (ઉ.વ.૨૩) તથા સાહેદો ઇન્દિશનગર પટમા બેઠા હતા ત્યા હાથમા લાકડાના ધોકાઓ જેવા હથીયારો લઈને આવી વિજય ઉર્ફે રવી નામના યુવકને માર મારી ઢસ ડી પરાણે એક રીક્ષામા બેસાડી અપહરણ કરી બેલા રોડ ઉપર બાવળની કાટમાં લઈ જઈ ધોકા જેવા હથીયારોથી હાથમા પગમાં તથા માથામાં આડેધડ માર મારી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી વિજય ઉર્ફે રવી નામના યુવકનું મોત નીપજાવી નાસી ગયા હતા. આ બનાવ અંગે મૃતકના ભાઈ વિશાલભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.