માળીયા: પ્રેમ સંબંધનો ખાર રાખી છ શખ્સોએ ભચાઉના ત્રણ વ્યકિતન કર્યું અપહરણ
માળીયા (મી) : કચ્છના ભચાઉમાં રહેતો યુવક છોકરી ભગાડી લઈ ગયો જેની જાણ થતા પરીવાર જનો તેને રાજકોટ તરફ શોધવા ગયેલ તે દરમ્યાન માળીયા – કચ્છ હાઈવે ઓનેસ્ટ હોટેલ ખાતે ઉભા હોય ત્યારે દિકરીના સગા છ શખ્સો બ્રેઝા કાર લઈ આવી ફરીયાદીના પુત્ર , ભાઈ તથા સંબંધિનુ બળજબરી પૂર્વક અપહરણ કરી લઇ ગયા હોવાની માળીયા (મી) પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ કચ્છ જીલ્લાના ભચાઉમાં મફતપરામા રહેતા બાબુભાઈ ભીખાભાઈ મીયાત્રા (ઉ.વ.૫૫) એ આરોપી કાંતિભાઇ દેવરાજભાઈ લોચા, રમેશભાઈ રવાભાઈ દાફડા, નરેશભાઈ વજુભાઈ દાફડા, ભરતભાઇ વજુભાઇ દાફડા, મનોજ નામોરી દાફડા તથા, કિશન નારણ ચૌહાણ રહે બધા -ભચાઉ જી.કચ્છ-ભુજવાળાઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનો દીકરો ભગીરથ ભચાઉ નવરાત્રી જોવા ગયેલ હોય અને આરોપીની છોકરી લઈ ભાગી ગયેલ હોય જેનુ મન દુઃખ રાખી દિકરીના સગાઓ બ્રેજા કાર નં. જીજે-૧૨-એફએ- ૬૧૯૫ વાળીમા આવી ફરીયાદીના દીકરા દીનેશ તથા ફરીયાદીના ભાઇ કાનજીભાઈ તથા ફરીયાદીના સંબંધી મહેશભાઇનુ બળજબરી પુર્વક અપહરણ કરી લઈ ગયા હોવાની માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.