Saturday, December 21, 2024

મોરબીમાં પઠાણી ઉઘરાણી કરનાર બે વ્યાજખોર વિરુદ્ધ ગુન્હો દાખલ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં યુવકે બે વ્યાજખોર પાસેથી ઉંચા વ્યાજે નાણાં લીધેલ હોય જે વ્યાજ સહિત મુદલ રકમ પરત આપી દિધેલ હોવા છતાં બળજબરી પૂર્વક રૂપિયાની ઉઘરાણી કરી છરી દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપનાર બે વ્યાજખોર વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી શનાળા રોડ લીમડા પાન પાછળ સ્કાયમોલ સામે સોમનાથ એપાર્ટમેન્ટ બ્લોક નં -૪૦૨,૪૦૩ માં રહેતા હર્ષભાઈ જગદીશભાઇ ફેફરએ આરોપી ભરત ઉર્ફે બી.કે. કાળુભાઈ ગોગરા રહે. લીલાપર રોડ બોરીચાવાસ મોરબી તથા રાજન ભરતભાઈ કાતડ રહે. શનાળા બાયપાસ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને વ્યાજખોરોએ ઉંચા વ્યાજે નાણાં ધીરી ફરીયાદીએ વ્યાજ સહિત મુદલ રકમ પરત આપી દિધેલ હોવા છતાં બળજબરી પૂર્વક વ્યાજખોરોએ રૂપિયાની ઉઘરાણી કરી ગાળો બોલી છરી દેખાડી મહાવ્યથા કરવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર