મોરબીના રાજપર(કું)ગામે છાતીમાં ગર્મી ચડી જતા વૃદ્ધનું મોત
મોરબી: મોરબી તાલુકાના રાજપર(કું) ગામે રહેતા વૃદ્ધને છાતીમાં ગર્મી ચડી જતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ અમૃતિયા જયંતીલાલ છગનલાલ ઉ.વ.૫૯ રહે. રાજપર(કુંતાસી) તા.જી. મોરબી વાળાને રાત્રીના છાતીમાં ગરમી ચડી જતાં હોસ્પીટલમાં સારવારમાં લાવતાં ફરજ પરના તબીબે જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.