મોરબીના ટીંબડી પાટીયા સીમમાંથી જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
મોરબી: મોરબીના ટીંબડી પાટીયા સીમમાં ઓસીસ કારખાનાની પાછળ બાવળની કાંટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના ટીંબડી પાટીયા સીમમાં ઓસીસ કારખાનાની પાછળ બાવળની કાંટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો અકરમભાઈ અનવરભાઈ શેખ (ઉ.વ.૨૪) રહે. વીશીપરા કુલીનગર મોરબી તથા શોયેબભાઈ આમદભાઈ સાહમદાર (ઉ.વ.૨૪) રહે. વિશીપરા જુના હાઉસીંગ બોર્ડ મોરબીવાળાને રોકડ રકમ રૂ.૫૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.