મોરબી: સલામત સવારી એસટી અમારી; ચાલુ બસે આગળનો કાચ નીકળી ગયો, કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ?
મોરબી: મોરબી એસટી ડેપોની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે ત્યારે મોરબી – ભાવપર રૂટની એસટી બસનો ચાલુ બસે કાચ નીકળી જતા મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયા હતા કોઈ અણબનાવ બને તો જવાબદાર કોણ?
મોરબી એસટી ડોપોની બેદરકારી અવારનવાર સામે આવતી હોય છે ક્યારેક વર્કશોપના કર્મચારીઓની બેદરકારીના કારણે બસ ચેક કર્યા વગર આપી દેતા ટાયર ફુટી જતા હોય છે અને મુસાફરોનો જીવ જોખમમાં મુકાય છે ત્યારે આજે મોરબી એસટી ડેપોની મોરબી – ભાવપર રૂટની એસટી બસ ચાલુ હતી તે દરમ્યાન એસટી બસનો આગળનો કાચ નીકળી જતા મુસાફરોના જીવ અધર થય ગયા હતા જો કે સદનસીબે કોઇ જાનહાનિ થવા પામી ન હતી. પરંતુ કેમ એસટી ડેપો મેનેજર આવી ગંભીર બેદરકારી થતી હોય તેમ છતા કર્મચારીઓઞે કાઈ કહેતા નથી શું તેમના સંબંધીઓ છે કે મનફાવે તેવી ચેક કર્યા વગર ડ્રાઈવરોને એસટી પકડાવી દેવામાં આવે છે. શું મુસાફરોના જીવની કોઈ કિંમત નથી. ક્યાં સુધી મોરબી એસટી ડેપોની આવી બેદરકારી ચાલશે કે પછી ડેપો મેનેજર ધ્યાન આપશે કે ચાલે એમજ ચાલ્યા કરશે અને મનફાવે તેવી ખખડધજ એસટી પકડાવી દેવામાં આવશે મુસાફરો પોતાના ઘરે પહોંચે કે ના પહોંચે તેનાથી કોઈ ફર્ક પડતો નથી. મુસાફરો અડધા રસ્તે રઝળે છે તો પછી આમા સલામતી ક્યાં છે.