મોરબીમાં વિડિયો ડીલેટ કરવા અને અરજી પાછી ખેંચી લેવા 50 હજારની માંગણી કરનાર ત્રણ પત્રકાર બંધુઓ પર ફરીયાદ દાખલ
મોરબી: મોરબીની ત્રાજપર ચોકડી પાસે નાયરા પેટ્રોલપંપ પર આરોપી પત્રકારે આવી ડીઝીટલ પેમેન્ટ સ્વીકારવા બાબતે બોલાચાલી કરી વિડીયો ઉતારી યુવકને ગાળો આપી આરોપીએ બનાવેલ વિડીયો ડિલીટ કરવા અને અરજી પાછી ખેંચી લેવા બાબતે યુવક પાસેથી ૫૦ હજારની માંગણી કરી હોવાની આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર રોડ ઉપર શિવમ પાર્ક સોસાયટી માધવ હોલની બાજુમાં સર્કીટ હાઉસ પાસે રહેતા અને વેપાર કરતા કૃષીતભાઈ મંગળભાઈ સુવાગીયા (ઉ.વ.૩૦) એ આરોપી જયદેવભાઈ બુધ્ધભટ્ટી, મયુરભાઈ બુધ્ધભટ્ટી તથા મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના મીડીયા સેલ સાથે સંકળાયેલા રાધેશભાઈ બુધ્ધભટ્ટી રહે. બધા મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના નાયરા કંપનીના પેટ્રોલ પંપ ઉપર આરોપી જયદેવ બુધ્ધભટ્ટીએ આવી ડીઝીટલ પેમેન્ટ સ્વીકારવા બાબતે બોલાચાલી કરી મોબાઇલ ફોનમા વિડીયો બનાવી લીધેલ હોય અને આરોપી મયુર બુધ્ધભટ્ટીએ પેટ્રોલ પંપ ઉપર ફરીયાદિને ગાળોબોલી બાદ આરોપી રાધેશ બુધ્ધભટ્ટીએ અગાઉ ફરીયાદી પાસેથી પોતાના મીડીયા ગૃપના આઇ કાર્ડ રીન્યુ કરવાના બહાને રૂપીયા-૩,૦૦૦/- મેળવી લીધીલ હોય બાદ આરોપી જયદેવભાઇએ પોલીસમા કરેલ અરજી તથા મોબાઇલમા બનાવેલ વિડીયો ડીલીટ કરવા માટે આરોપી રાધેશ બુધ્ધભટ્ટીએ ફરીયાદીના પીતાજી તથા પાર્ટનર પાસે અરજી પાછી ખેચી લેવાના અને વિડીયો ડીલીટ કરી નાખવા બાબતે રૂપીયા- ૫૦,૦૦૦/- ની માંગણી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.