હળવદમાં મોબાઈલ ચોરીની ફરીયાદ નોંધાઈ
હળવદ: હળવદમાં માંડવી દાબેલી દુકાન પાસેથી યુવકનો કોઈ અજાણ્યો ચોર ઈસમ મોબાઈલ ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના શિરોઈ ગામે રહેતા પિયુષભાઈ દીનેશભાઈ વાઘેલા (ઉ.વ.૨૩) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનો VIVO V29 8/128 RED કંપનીનો મોબાઇલ જીની કિં રૂ. ૨૦,૦૦૦ વાળો કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડી પોલીસે તપાસ હાથ ધરી છે.