Saturday, December 28, 2024

મોરબી: એવન્યુ પાર્ક-રવાપર રોડ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રોડના નવીનીકરણની કામગીરી ચાલુ હોવાથી વાહનોની અવર-જવર માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે.

મોરબી નગરપાલિકા અંતર્ગત એવન્યુ પાર્ક પાસે રવાપર રોડ ઉપર આવેલ નાળું નબળી હાલતમાં હોય તેથી ત્યાં નવું નાળું બનાવવું અતિ આવશ્યક છે. તેથી આ નાળા ઉપર વાહનોને ડાયવર્ઝન આપીને આગામી તારીખ ૦૯/૧૨/૨૦૨૪ સુધી વાહન વ્યવહારને અન્ય રોડ પર ડાયવર્ઝન આપવા અંગેનું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી, મોરબી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર ટુ-વ્હીલર પ્રકારના વાહનો માટે નાળા પાસેથી સિંગલ પટ્ટી રોડ- નીલકંઠ સ્કૂલ- બાપા સીતારામ ચોક- રવાપર ગામ તરફ જઈ શકાશે.

ફોર વ્હીલર પ્રકારના વાહનો માટે વૈકલ્પિક રુટ તરીકે શાક માર્કેટ- જેલ ચોક- લીલાપર રોડ- આલાપ રોડ- રવાપર ગામ તરફ જઈ શકાશે. તેમજ ફોર વ્હીલર પ્રકારના વાહનો માટે વૈકલ્પિક રુટ તરીકે શાક માર્કેટ- ગાંધી ચોક- રવાપર રોડ- પવનપુત્ર પાન- રામદેવ ટોઇઝ દુકાનવાળી શેરી- નર્મદા હોલ- આલાપ રોડ- રવાપર ગામ તરફ જઈ શકાશે.

ઉક્ત હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ ની કલમ- ૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર