મોરબીમાંથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીના વીસીપરા ગુલાબનગરમાથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના વીસીપરા ગુલાબનગરમા જાહેરમાં વિદેશી દારૂનુ વેચાણ કરતા ઈસમ મહેબભાઈ ઉર્ફે ઇમરાન યુસુફભાઈ મકરાણી (ઉ.વ.૪૦) રહે. વીસીપરા ગુલાબનગર મોરબીવાળા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૭૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.