Saturday, December 21, 2024

મોરબી જૂની પેંશન યોજના પુન: સ્થાપિત કરવાની જાહેરાતને શિક્ષકોએ વધાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: વર્ષોથી જૂની પેંશન યોજનાની માંગ કરતા શિક્ષકોની માંગ પુરી થતા હર્ષોલલાસ છવાય ગયો હતો. 

ઉલ્લેખનીય છે 01/04/2005 પહેલાના શિક્ષકો વર્ષોથી પોતાને ops માટે હકદાર માનતા હતા. ગઈકાલે ભુપેન્દ્રભાઈની આગેવાનીમાં કેબિનેટ બેઠક બાદ ઉપરોક્ત માંગણી મઁત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા ઘણા મહાનુભાવોની હાજરીમા 01/04/2005 પહેલાના કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજના આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સાંજે જ સમગ્ર ગુજરાતની સાથે મોરબીના વર્ષ 2005 પહેલાં નિમણુંક પામેલા શિક્ષકો પણ સરદારબાગ ખાતે એકત્રિત થઈને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શિસ્તબદ્ધ રીતે ફુલહાર કરીને પ્રણામ કર્યા હતા. તેમજ પેંડાથી મોઢું મીઠુ કરીન ફટાકડા ફોડી સરકારના નિર્ણયને સહર્ષ સ્વીકારીને ઉજવણી કરવામાં આવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર