Saturday, December 21, 2024

મોરબીના લાલપર ખાતે 8 ઓક્ટોબરે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કલસ્ટર હેઠળના ૩૨ ગામ લોકોને લાભ લેવા અનુરોધ

મોરબી જિલ્લામાં યોજાનાર સેવા સેતુ કાર્યક્રમ અન્વયે ૦૮ ઓક્ટોબરના રોજ મોરબી તાલુકાના લાલપર ગામે તાલુકા શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારના પારદર્શક સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોને રાજ્ય સરકારની સેવાઓ સાથે સંલગ્ન વિભાગોના સ્થાનિક તાલુકાના અધિકારીઓ દ્વારા નિકાલ કરી શકાય તે હેતુ ધ્યાને લઈ સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનો ૧૦ મો તબક્કો યોજાઈ રહ્યો છે. જે અન્વયે મોરબી તાલુકાના લાલપર ખાતે ૦૮ ઓક્ટોબરના રોજ સવારે ૦૯:૦૦ થી ૦૫:૦૦ દરમિયાન સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં મોરબી તાલુકાના કાલીકાનગર, લખધીરપુર, લાલપર, પીપળી, ટીંબળી, ધરમપુર, મહેન્દ્રનગર, જાંબુડીયા, પાનેલી, ગીડચ, મકનસર, રવાપરા, લીલાપર, અદેપર, લખધીરનગર, ઘુનડા સજનપર, નીચી માંડલ, ઉંચી માંડલ, ઘુંટુ, ત્રાજપર, ભડીયાદ, જોધપર નદી, માનસર, ખેવાળીયા, પીપળીયા, લુંટાવદર, બરવાળા, ખાખરાળા, કેરાળા, હરીપર, જુના સાદુળકા અને નવા સાદુળકા સહિત ૩૨ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામના લોકોએ આ કાર્યક્રમનો બહોળો લાભ લેવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર