મોરબીમાં અલગ અલગ બે જગ્યાએ પાણીમા ડૂબી ગયેલ યુવક, યુવતી અને બાળકિનો મૃતદેહ મળ્યો
મોરબી: મોરબીના જુના આરટીઓ કચેરી પાસે મચ્છુ -૦૩ ડેમમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું જ્યારે ગુંગણ ગામની સીમમાં ખેત તલાવડીમાં ડૂબી જતાં યુવતી અને બાળકીનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમે ત્રણેય ડેડબોડીને ભારે જેહમત બાદ બહાર કાઢી હતી.
મળતી માહિતી મુજબ મોરબી ફાયર કંટ્રોલ રૂમમાં અલગ અલગ બે જગ્યાએ ડૂબી ગયેલ હોવાના કોલ આવ્યા જેથી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી મોરબીના જુના આરટીઓ પાસે મચ્છુ -૦૩ ડેમમાં ડૂબી ગયેલ કૈલા પરેશ અમૃતલાલ (ઉ.વ.૩૬) રહે. ભગવતી પાર્ક -૧ વાવડી રોડ નંદવન સોસાયટીની પાછળ મોરબી વાળાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. જ્યારે બીજો ડૂબી ગયેલ હોવાનો કોલ મોરબીના ગુંગણ ગામેથી મળ્યો હતો જેમાં ગુંગણ ગામની સીમમાં ભરતભાઈ વિઠ્ઠલભાઈની વાડીમાં ખેત તલાવડીમાં ડૂબી ગયેલ વિલાશ બેન (ઉ વ.૨૦) તથા શેરીના બેન (ઉ.વ.૭ માસ) ની ડેડબોડી બહાર કાઢી હતી.
આમ મોરબી ફાયર ટીમ દ્વારા બંને અલગ અલગ જગ્યાએ કુલ -૦૩ ડેડબોડી બહાર કાઢવામાં આવી હતી અને ત્રણેય ડેડબોડીને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે મોકલવામાં આવેલ છે.