હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં પાઈપના ઘા ઝીંકી યુવકની હત્યા કરાઈ
હળવદ: હળવદ શહેરમાં પંચમુખી ઢોરા વિસ્તારમાં ઘરની બહાર સુતેલ યુવક પર પાઈપના ઘા ઝીંકી યુવકની હત્યા નિપજાવતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવિંગનો ધંધો કરતા સુખદેવ ઝિઝુવાડીયા નામના ૩૩ વર્ષીય યુવક તેના ઘરની બહાર સુતો હોય તે દરમિયાન કોઈએ પાઈપના ઘા મારીને યુવાનની હત્યા કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ બનાવમાં હત્યા કોણે કરી ? શાં માટે કરી? તેનું કોઈ કારણ સામે આવ્યું નથી. આ બનાવ અંગે હળવદ પોલીસને જાણ થતા પોલીસે લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી, ફરીયાદ નોંધાવા તજવીજ શરૂ કરી છે.