ધારાસભ્યે પોતાની રાજકીય ચાપલૂસીમાં એસોસિયેશન સાથે મળી સિરામિકને જ સાંઢીયા બનાવ્યા
હાલ સિરામીકની હાલત કોઈ ૮૦ વર્ષના વૃદ્ધ ની વેન્ટિલેટર ઉપર જીવન મરણ માં હોઈ તેવી છે ગમે ત્યારે પ્રાણ પંખેરું ઉડી જાય મોરબી માં ૩૦૦ થી વધુ યુનિટો ધીરે ધીરે બંધ થઈ ગયા અને બીજા હવે તૈયારી માં છે
થોડા મહિનાઓ પહેલા સિરામિક ઉદ્યોગમાં NGT ના કોલગેસના દંડનો મુદ્દો ટોક ઓફ ટાઉન હતો ત્યારે પણ અમે ડંકા ની ચોટ ઉપર સ્ટોરી નાખી હતી કે આ બંધ બારણે સિરામિક ને અંધારા માં રાખી પ્લાનિંગ સાથે ત્યાર કરેલો એક ધારાસભ્ય નો રાજકીય એજન્ડા છે
હાલ ૪૦% સિરામિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ૧૦% રકમ ભરી દેવામાં આવી, જોકે જીપીસીબી દ્વારા 25% રકમની દસ દિવસમાં ભરી દેવાની શો કોઝ નોટિસ આપવામાં આવી હતી, હવે સિરામિક પાસે આગળની સમજ માટે અંધારા સિવાય કશું જ નથી, જે લોકો એ પૈસા ભર્યા હવે તેને નહિ ભરવા પડે અને નથી ભર્યા એનું શું થયું જેવા અનેક સવાલોના કોઈ જ જવાબ નથી કે કોઈ આપવાનું પણ નથી
GPCB કોઈ પણ EDC ના દંડની રકમ જો હપ્તેથી લે તો તેના માટે બાકીના હપ્તા અને વ્યાજ માટે સોગંધનામાં પર undertaking આપવું પડે કે બાકીની રકમ અને આ મુજબ આટલા સમય માં ભરીશું, પરંતુ મોરબી માં ઉલ્ટી ગંગા બસ જલ્દી ભરી દો.
અમે અગાઉ પણ ડંકાની ચોટ ઉપર કીધું હતું કે મોરબીમાં થયેલો NGT ની કાર્યવાહી તદન ખોટી અને અગાઉ થી જ સેટ કરેલ રાજકીય એજન્ડા હતા જેમાં મોટી માછલી નાની માછલીઓ ખાઈ ગઈ પરંતુ પાર્ટી ફંડ તો દરેક પાસે લેવામાં આવતું હતું, હવે નાના ઉદ્યોગ મંદી ને પહોંચી વળવા પેટકોક વપરાશ ઉપર પણ કોલગેસ જેવી જ પેટર્ન લાગુ થઈ ગઈ
પાર્ટી ફંડ ખાઈને નેતા થઈ ગયેલા નેતાઓ એ આજ દિન સુધી કહ્યું નહિ કે સમગ્ર ભારતમાં ગેસિફાયર માટે મોદી મિશન કરે છે અને સબસિડી આપે છે જ્યારે મોરબીમાં જેની પરમિશન ખુદ જીપીસીબીએ આપી તો પણ ગેસિફાયરના દંડ ઉઘરવામાં આવે છે
સિરામિક દ્વારા ભરેલી 10 % રકમ આત્મહત્યા જેવી હરકત છે જેના માટે જવાબદાર એક ધારાસભ્ય અને એશોશિયેસન છે સિરામિક ઉદ્યોગકારો ને મિટિંગ અને સામૂહિક નિર્યણ ના નામ પર ખોટા નાટક કરી બંધ બારણે અગાવથી જ રાજકીય એજન્ડા સેટ કરવામાં આવ્યો જેની પાછળનું મુખ્ય કારણ જો સિરામિક ઉદ્યોગ બગાવત કરે અને સવાલો ઊભા કરે તો તેનો ચેપ દેશની દરેક મંદીમાં સપડાઈ ગયેલી ઇન્ડસ્ટ્રી ને લાગે. માટે એક ધારાસભ્યે પોતાના પક્ષની ચિંતામાં સિરામિક ની બલી ચડાવી દીધી જેમાં સિરામિક એશોશિયેશન ખૂબ ભૂંડી ભૂમિકા નિભાવી અને સિખંડીનો રોલ ભજવ્યો
સિરામિક દ્વારા ચૂંટણી ફંડ મોકલી દેજો માં આજ દિન સુધી ક્યારે પણ સવાલ નથી કર્યો તો તે ધારાસભ્ય પણ સિરામિક સાથે નમક હરામી ન કરવી જોઈ જો સિરામિક પાસે દંડ ભરવામાં આવે તો આખા ભારતમાં 3 લાખ કરોડ થી વધુના NGT ના દંડ ભરાવવા જોઈ અને ગેસિફાયર બંધ થવા જોઈ
હજુ પણ અમે કહીએ છીએ કે સિરામિકના અસ્તિત્વ અને લઘુ ઈન્ડસ્ટ્રીઝ માટે મોરબીના ઘસાય ગયેલી કારતૂસોને મૂકી દિલ્હીની વાટ પકડો નહિ તો આવનારા દિવસો ખૂબ ભયાનક છે.
સિરામિક ઉદ્યોગ માં લઘુઉધોકારોના પતન પાછળ કોણ ? ની નામ સાથેની સ્ટોરી ટૂક સમયમા પ્રકાશિત કરીશું.