મોરબીના બહાદુરગઢ ગામના પાટીયા પાસે કારખાનામાં લોડરે હડફેટે લેતા મહિલાનું મોત
મોરબી: મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા પાસે સ્વરા માઇક્રોન કારખાનાના સેડમા લોડરે હડફેટે લેતા ગંભીર ઇજાગ્રસ્ત થતા મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બહાદુરગઢ ગામની સીમમાં સ્વરા માઇક્રોન કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા લક્ષ્મણદાસ લાલાભાઈ ગોદા (ઉ.વ.૫૨) એ આરોપી જોહન ડીયર લોડર ટ્રેક્ટર રજીસ્ટર નંબર -જીજે-૩૬-એએલ-૦૪૭૬ ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિના પત્નિ મંજુલાબેન ઉવ.૩૫ વાળી કારખાનામા કામ કરતા હતા ત્યારે કારખાનામા માટી ભરવાનુ લોડર ટ્રેક્ટર રજી. નં. GJ-36-AL-0476 ના ચાલકે પોતાનુ લોડર પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી રીવર્સ લેતા પાછળથી ફરીયાદિના પત્નિ નિકળતા તેને હડફેટે લેતા માથા ઉપર ટ્રેક્ટર લોડરનુ વ્હીલ ફરી જતા ગંભીર ઇજા પહોંચતા મંજુલાબેન નામની મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.