Saturday, January 11, 2025

ઝુલતાં પુલની જેમ ઝોલા ખાતું મોરબીનું ભવિષ્ય!

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

બે રાજકીય જૂથોના ગજગ્રાહ વચ્ચે મોરબીની જનતા પ્રાથમિક માળખાકીય સુવિધાઓથી વંચિત

મોરબીમાં મચ્છુ નદી પરના જુલતા પુલ દુર્ઘટના ઘટી તેમાં ૧૩૦થી વધારે જાનહાની થઈ હતી. આ માટે અસરગ્રસ્તના પરિવારે નગરપાલિકા તંત્ર જવાબદાર હોય તે મુજબની હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે આ મામલે ગંભીર નોંધ લીધી અને નગર પાલિકાને ઘર ભેગી કરી દીધી હતી. સરકારે પણ ગંભીર થઈ ભાજપના બાવને બાવન નગરસેવકોને ઘરે બેસાડી દીધા હતા. એ રીતે નગરપાલિકા ઘણી-ધોરી વગરની થઈ ગઈ હતી. અને એનો વહિવટ ખાડે ગયો છે. જે આપણે વાર તહેવારે જોઈ શકીએ છીએ. મોરબીના બે રાજકીય જૂથો નગરપાલિકાને શાંતિ લેવા દેતા નથી. સરકારે મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો હોવા છતાં અહીં કોઈ ચૂંટણી યોજાઈ નથી. ત્યારે શહેરમાં એવી ચર્ચા જાગી છે કે કદાચ મોરબી નગરપાલિકાની ચૂંટણી યોજાશે નહીં કે કેમ? હાલમાં પડેલા વરસાદને કારણે મોરબી શહેરની હાલત દયનીય અને બદથી બદતર થઈ ગઈ છે.

એક તરફ રોડ પર આખલાની લડાઈ અને રોડ પર પડેલા ખાડા તો ઉભરાતી ગટર ની સમસ્યાએ તો મોરબીમાં માજા મૂકી છે એક પણ નગરપાલિકા વોર્ડમાં ઉભરાતા ગટરના પાણી રોડ પર વહી નાં રહ્યા હોઈ તેવું નથી.જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક ની સમસ્યા અને ગંદકીના ગંજ થી મોરબીની આબરૂ નીલામ થઈ રહી છે ધારાસભ્ય કાંતિભાઈ રોજ વિકાસ અને પોતે સતત કામગીરી કરતા હોઈ તેવી ડંફાસો મારતા રહે છે પોતે નગરપાલિકા એ બેસી લોકોના પ્રશ્નો સાંભળતા હોઈ તેવા ફોટા વિડીઓ સોશિયલ મીડિયામાં અવાર નવાર સામે આવી રહ્યા છે પરંતુ મોરબી જિલ્લા કલેક્ટર હોઈ કે ધારાસભ્ય કે ચીફ ઓફિસર અત્યાર સુધીમાં મોરબી શહેરને યોગ્ય સુવિધાઓ અપાવી શક્યા નથી ત્યારે નગરજનો હવે રાહ જોઈ રહ્યા છે કે મોરબી શહેરની વ્હારે કોઈ આવે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર