રાજસ્થાનમાં ચોરીના ગુનામાં નાસતો ફરતો ઈસમ મોરબીથી ઝડપાયો
મોરબી: રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના બીછીવાડા પોલીસ સ્ટેશનમાં ચોરી/વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા દશેક માસથી નાસતા ફરતા આરોપીને મોરબી ખાતેથી મોરબી પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયો છે.
મોરબી પેરોલ ફર્લો સ્કોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના બીછીવાડા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી મકબુલ હમીદભાઇ લતીફભાઇ રહે. ગ્રીનચોક કુબેરનાથ રોડ મેમણ શેરી મોરબી વાળો હાલે મોરબી વીસીફાટક પાસે ઉભેલ હોય તેવી ચોકકસ બાતમી મળતા જે બાતમીના આધારે તપાસ કરતા ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી મકબુલ હમીદભાઇ લતીફભાઇ રહે. ગ્રીનચોક કુબેરનાથ રોડ મેમણ શેરી મોરબી વાળો મળી આવતા આરોપીને હસ્તગત કરી પેરોલ ફર્લો સ્કોડ, મોરબીની કચેરી ખાતે લાવી ચોરીના ગુનામાં હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમા સોપવા કાર્યવાહી હાથ ધરેલ છે.