Saturday, January 11, 2025

મોરબીના લખધીરવાસ ચોકમાં તા.9 ઓક્ટો.થી દુર્ગાપુજા મહોત્સવનું ભવ્ય આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં લખધીરવાસ ચોકમાં, નવરાત્રીના છઠા દિવસથી તા.૯ ઓકટોમ્બર થી તા.૧૩ ઓકટોમ્બર વિજયા દશમી સુધી શ્રી બેંગલ દુર્ગાપુજા ગ્રુપના કમીટી મેમ્બર્સ દ્વારા છેલ્લા આઠ વરસની જેમ આ વર્ષે પણ દુર્ગાપુજા મહાઉત્સવનું શાનદાર અને ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેના મુખ્ય કમીટી મેમ્બર્સ શિવપ્રસાદ મૈતી,શ્રીરામ મોન્ડાલ, મોહિતભાઈ રાવલ, શુભાશીષ મોન્ડાલ, નિગમાનંદ શાહું, તુષાર પ્રમાણીક, ચંચલ બેરા, સુજીત ધોષ, બબલુ જોહર, તુષાર ભુનીયા,પ્રદિપ કુંડુ, સંદિપ મોન્ડાલ, દ્વ્રારા દુર્ગાપુજા પંડાલનું જાજરમાન આયોજન કરવામાં આવશે.

તા.૦૮/૧૦/૨૦૨૪ મંગળવાર ના રોજ રાહુલ ત્રિપાઠી એસ.પી. સાહેબના શુભ હસ્તે રાત્રે ૮-૦૦ થી ૯-૦૦ વાગ્યા દરમ્યાન દુર્ગાપુજા પંડાલનું ઉદધાટન રીબીન કટ કરી અને તૈયારબાદ દિપમાલા પ્રજવલીત કરીને પુજાનો ભવ્ય શુભ આરંભ કરવામાં આવશે.

દુર્ગાપુજા કોઈ પ્રદેશ કે પ્રાંતનો નહીં પરંતુ તમામ જન જાતિ સમુદાયને સાથે ચાલીને ઉજાવવામાં આવે છે દુર્ગાપુજા ઉત્સવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ ફેસ્ટીવલમાં સ્થાન આપવામાં આવ્યું છે. દુર્ગાપુજા દેશ માં જ નહી પરંતુ વિદેશમાં પણ ધામઘુમથી ઉજવવામાં આવે છે.

ભારતની મહાન સંસ્કૃતી અને બંગાલની પરમપરાનું સમન્વય એટલે દુર્ગાપુજા આ પંડાલમાં બુધ્ધીના દેવતા ગણેશજી,બલના દેવતા કાર્તિકેય સ્વામી, જ્ઞાનના દેવી સરસ્વતી, ધન અને એશ્રવર્યાના દેવી લક્ષ્મી, અને મહીસાસુરમર્દિની માં દુર્ગાનું પુજાન, અર્ચન, આરતી અને સ્તુતિ કરવામાં આવે છે. તો આ દુર્ગા પુજા મહા ઉત્સવનો અમુલ્ય લાભ લેવા માટે મોરબીની જનતાને હદય પૂર્વક નિમંત્રણ આપવામાં આવે છે.

દુર્ગા પુજાને લગતી કોઈપણ માહિતી ,જાણકારી કે પ્રશ્ન માટે મોહિતભાઈ (કાર્તિક) રાવલનો Mo.79902 15099 પર સંપર્ક કરી શકો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર