Saturday, January 11, 2025

મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

શાળાની 400 બાળાઓ રસોત્સવમાં મનમૂકીને ગરબે ઘૂમી

બેસ્ટ પરફોર્મન્સ આપેલ 20 વિસ બાળાઓને ગિફ્ટ આપી સન્માનિત કરાઈ

મોરબી નવરાત્રિ એટલે માતૃશક્તિની આરાધના કરવાનો તહેવાર, રાસે રમવાનો અને ગરબે ઘુમવાનો રૂડો અવસર,એમાંય ગુજરાતની આગવી ઓળખ એટલે ગરબો નવરાત્રીમાં ચોરે ચૌટે રાસ ગરબાઓનું આયોજન થતું હોય છે આબાલ-વૃદ્ધ સૌને ગરબે રમવું ગમતું હોય છે,.

નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને નાચતા હોય છે, દરેક શાળાઓમાં પણ નવરાત્રીની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે એ અન્વયે મોરબી તાલુકાની માધાપરવાડી શાળામાં 400 વિદ્યાર્થીનીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ તાલીઓના તાલે દાંડિયાના તાલે ગરબે ઘૂમી જગત જનની જગદંબાની ભક્તિ અને શક્તિથી ઉજવણી કરવામાં આવી હતી અને વેદાંશી નીતિનભાઈ, દેવાંશી કાનજીભાઈ કલ્પના કાંતિલાલ ડાભી, વૈશાલી દેવજીભાઈ હડિયલ, ઝીંકલ રમેશભાઈ ચાવડા, રૂપાલી સુરેશભાઈ પરમાર, વિધિ નવીનભાઈ ડાભી, ડિમ્પલ પ્રવિણભાઈ પરમાર, રંજન પોપટભાઈ હડિયલ, ખુશાલી સુખદેવભાઈ કંઝારિયા, ક્રિશ્ના કાંતિભાઈ ડાભી,રિદ્ધિ પીયૂષભાઈ જાદવ, રિદ્ધિ જગદીશભાઈ ચાવડા, શ્રદ્ધા લક્ષ્મણભાઈ પરમાર, વંદના હંસરાજભાઈ પરમાર, યશવંતી તુલશીભાઈ ચાવડા વગેરે એ બાલવાટીકાથી ધો- 8 માં પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરનાર અને બાલવાટીકાથી ધો-8 માં માહીં કિશોરભાઈ કંઝારીયા, આરતી રમેશભાઈ કંઝારિયા, અનિશા સુખદેવ ડાભી, વિશ્વા યોગેશભાઈ ડાભી વગેરે વેલ ડ્રેશ અને એક્શનમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર 4 ચાર બાળાઓને અને ઓલ રાઉન્ડર પરફોર્મન્સ આપેલ 16 સોળ બાળાઓ એમ કુલ 20 વિસ બાળાઓને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા આયોજન શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલા, કાળુભાઈ પરમાર એસ.એમ.સી. અધ્યક્ષ તેમજ જયેશભાઈ અગ્રાવત, અશ્વિનભાઈ ક્લોલા, અરવિંદભાઈ કૈલા, ગીતાબેન અંદીપરા, અલકાબેન કોરવાડિયા, નિમિષાબેન ચાવડા,નિકિતાબેન કૈલા, ચાંદનીબેન સાંણજા નીલમબેન ગોહિલ, હિનાબેન ચાવડા વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી અને બાળાઓ સાથે મન મૂકીને ગરબે રમ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર